અમારા વિશે

શ્રીસંત દેવાભગત રામધુન મંડળ અને ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ રતનપુર સંચાલિત "શ્રી ગોપાલ ગૌશાળા" પોરબંદર થી 9 કિમી દુર રતનપુર ગામે મુંબઈ પબ્લીક ટ્રસ્ટ એક્ટ ૧૯૫૦ નીચે ચેરીટી કમિશનર માં નોંધાયેલી સંસ્થા છે.

ગૌશાળાનું નામ:

શ્રીમતિ હંસાબેન ધનજીભાઈ દેવજીભાઈ તન્ના શ્રીગોપાલ ગૌશાળા રતનપુર


ટ્રસ્ટ રજી. નં. ઈ / ૭ / પોરબંદર. તા ૧૭-૧૧-૨૦૦૦
સ્થાપના: ઈ.સ. ૧૯૮૭
નવનિર્માણ: ૨૦૦૪

આ ગૌશાળા ટ્રસ્ટી મંડળ દ્વારા ટ્રસ્ટના નિયમ અનુસાર ચલાવવામાં આવે છે.

ટ્રસ્ટી મંડળ

પ્રમુખ શ્રી
શ્રી સામતભાઈ કરશનભાઈ મોઢવાડિયા (રતનપુર)
મંત્રી શ્રી
શ્રી રાજુભાઈ અરજનભાઈ ઓડેદરા (રતનપુર)
ખજાનચી
શ્રી કેશુભાઇ લીલાભાઇ ઓડેદરા (રતનપુર)

ટ્રસ્ટીઓ

શ્રી માલદેભાઈ ભીમાભાઇ ઓડેદરા
(રતનપુર)
શ્રી વિરમભાઇ ભુરાભાઈ ઓડેદરા
(રતનપુર)
શ્રી ભરતભાઈ પ્રેમજીભાઈ જોશી
(રતનપુર)
શ્રી ગોગનભાઈ જીવણભાઈ કેશવાલા
(રતનપુર)
શ્રી દેવશીભાઈ કરશનભાઈ ઓડેદરા
(રતનપુર)
શ્રી ભરતભાઈ ખીમાભાઈ ઓડેદરા
(રતનપુર)
શ્રી લખુભાઈ રાણાભાઇ ઓડેદરા
(રતનપુર)
શ્રી દેવશીભાઈ કારાભાઈ ઓડેદરા
(રતનપુર)

આ સંસ્થા ની શરૂઆત ૧૯૮૭ માં કરવામાં આવેલી અને વર્ષ ૨૦૦૪ માં શ્રીમતી હંસાબેન ધનજીભાઈ દેવજીભાઈ તન્ના પરિવાર, લંડન (યુ.કે.) દ્વારા નવનિર્માણ કરાવી આપેલ છે .આ ગૌશાળામાં હાલમાં ફક્ત બિનવારસુ, નિરાધાર અને તરછોડાયેલી ગાયમાતાઓનો રાત-દિવસ ગૌશાળામાં જ રાખીને ગૌવાળ પરિવારની દેખરેખ નીચે પાલન-પોષણ કરવામાં આવે છે. ટ્રસ્ટીમંડળના યુવાન સભ્યો માનદ સેવા આપી રહ્યા છે.

આ ગૌશાળાના આર્થિક ખર્ચને પહોંચી વળવા માટે ગામના નવયુવાનોનું એક યુવકમંડળ પણ બનાવવામાં આવેલ છે, જેના દ્વારા મેળા-મંડપમાં સ્ટોલ-રાવટી રાખી ફંડ એકઠું કરી તથા સુખી સંપન્ન દાતાઓ દ્વારા મળતા ગૌદાનમાંથી ખર્ચ ઉપાડવામાં આવે છે. "ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાળ બંધાય" તેમ નાની નાની રકમના દાનમાંથી ગૌસેવાનું મહાન કાર્ય થાય છે. આપણા વેદોમાં પણ કહેવામાં આવ્યું છે કે "ગૌમાતાના શરીરમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે" અને તેથી જ હિન્દુ ધર્મમાં ગાયને “ગૌમાતા” નું બિરુદ આપવામાં આવ્યું છે. સારા-નરસા પ્રસંગે ગાયમાતાનું દૂધ, દહીં, ઘી, ગૌમુત્ર અને ગોબર પંચગવ્ય તરીકે શોધવા જવું પડે છે. કોઈ જીવના મળ-મૂત્રનો ક્યાંય ધાર્મિક કાર્યમાં ઉપયોગ થતો નથી ફક્ત ગૌમાતાના જ મળમૂત્રનો પવિત્ર વસ્તુ તરીકે ઉપયોગ થાય છે. અપવિત્ર જગ્યાને પણ પવિત્ર બનાવવા માટે ગૌમૂત્રનો છંટકાવ કરવામાં આવે છે. જો ગાયના મળ-મૂત્રને આટલું પવિત્ર માનવામાં આવતું હોઈ તો જીવતી જાગતી ગાયની પવિત્રતા કોની સાથે સરખાવવી ? અને તેથીજ કૃષ્ણ ભગવાને ખૂલ્લા પગે ગાયો ચરાવીને ગાયમાતાની સેવા કરવાથી કેટલું પુણ્ય પ્રાપ્ત થાય તે સિદ્ધ કરી બતાવ્યુ છે.

ખુદ ઈશ્વર જ ગાયમાતાની સેવા કરી પુણ્ય મેળવતા હોયતો ઈશ્વરની પ્રાપ્તિ કરતાં પણ ગાયમાતાની પ્રાપ્તિ એ સેવા ઉત્તમ માની શકાય. ગૌમૂત્ર અને ગોબરમાં અનેક ગુણો રહેલા છે. ગૌમૂત્રના નિયમિત સેવનથી કેન્સર, ડાયાબીટીસ, બ્લડ પ્રેશર, ચામડીના રોગો, તથા હાથ પગના સાંધાના દુ:ખાવા તથા અન્ય અસાધ્ય રોગો મટી શકે છે. ગાયના ઘીના સેવનથી હદયરોગ પણ મટી શકે છે. સજીવ ખેતીમાં ભયંકર ઝેરી જંતુનાશક દવાની જગ્યાએ ગોબર અને ગૌમૂત્રનું દ્રાવણ બનાવી પાકમાં છાંટવામાં આવે છે અને તેનું ખુબજ સારું પરિણામ આવ્યું છે. એક સમય એવો આવશે કે ગૌમૂત્ર દૂધ ના ભાવે વેંચાશે.

આપના હિંદુનો ધર્મ છે કે દરેક ઘરે એક ગાયમાતા તો હોવી જ જોઈએ પરંતુ આવી મોંઘવારીના જમાનામાં અને શહેરોમાં ઘરે ગાયમાતાને સાચવવી મુશ્કેલ બની જાય છે. તેથી જ તો જ્યાં જ્યાં આવી બિનવારસુ ગાયો સાચવવાની ગૌશાળા ચલાવવામાં આવતી હોય ત્યાં નિયમિત ગૌદાન કરીને ગૌસેવાનું મહાન પુણ્ય મેળવવું જોઈએ.

આપના શાસ્ત્રોમાં એમ કહેવામાં આવ્યું છે કે મનુષ્ય જાતિનો ધર્મ છે કે પોતાની કમાણીમાંથી ૧૦ ટકા રકમ દાન-પુણ્યમાં વાપરવી જોઈએ જેથી બાકી ની ૯૦% કમાણી પવિત્ર બની જશે. ૧૦ ટકા નહીંતો ઓછામાં ઓછી ૧ ટકો આવક પણ જો દરેક મનુષ્ય ગૌદાનમાં વાપરે તો ગાયમાતાઓ જ્યાં ત્યાં ભટકે છે તે બંધ થઇ જાય. આમ ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે નિયમિત-ગૌદાન કરી ગાયમાતાનું આપણી ઉપરનુ ઋણ અદા કરી પૂણ્યનું ભાથું બાંધી લેવું જોઈએ. નાના નાના માણસો પણ રોજબરોજના ચા, પાન-મસાલા, બીડી, તંબાકુ, વિ. સ્વાસ્થ્યને નુકસાન કરતા ખોટા ખર્ચા ઓછા કરી ગૌદાન કરે છે. “શક્તિ એવી ભક્તિ” પ્રમાણે ગૌદાન કરતા રહેવું જોઈએ.