દાનફંડની યોજનાઓ

દાન કરવા માટે અહી ક્લિક કરો

અમોએ નીચે મુજબની ગૌદાન માટેની યોજનાઓ બનાવી છે તેમાં યથાશક્તિ ફાળો આપી અમારી આ સંસ્થા ને ધબકતી રાખવામાં મદદરૂપ થવા નમ્ર અપીલ છે.

યોજનાઓ

         પરિવારના સભ્યોના જન્મ દિવસે, લગ્ન દિવસે, પવિત્ર દિવસે તથા આપના સ્વર્ગસ્થની પૂણ્યતિથિએ વડીલોના વારસાને યાદ કરી રૂપિયા ૧૦૦૧/- નું અનુદાન આપી મૂંગી ગાયમાતાઓને એક ટકનું ભોજન કરાવી શકશે.

         • લગ્ન પ્રસંગે આપના સ્નેહીજનોને જમાડતા સાથે ગાયમાતાઓને પણ જમાડવી જોઈએ.

         • ફક્ત એક જ વખત રૂપિયા ૧૧૦૦૧/- આપી “કાયમીતીથિ” લખાવી શકો છો, જેમાં લખાયેલી તિથિએ દર વર્ષે આપના નામથી ઘાસ/લીલું ગાયમાતાઓને પીરસવામાં આવે છે.

         • એકાદશી કે અમાસ નિમિતે લીલું/કપાસિયા ગુણી/ભૂસું/ગોળ-તેલ વિગેરે મોકલાવી શકો છો.


ગાય દત્તક યોજના

આ યોજનામાં એક વખત રૂપિયા ૩૫૦૦૦/- pound: ૩૫૦/- $ ૬૦૦/- અથવા તેનાથી વધુ રકમ આપી એક ગાય દત્તક લઇ શકાય છે. જેમાં મળેલ દાનને બેંકમાં કાયમી ફિક્સ ડીપોઝીટમાં રાખવામાં આવે છે. તેના ઉપર મળતા ફક્ત વ્યાજને જ દત્તક લીધેલ ગાયના નિભાવ ખર્ચમા વાપરવામાં આવે છે. આમ ગૌદાનનું મહાન પૂણ્ય કાયમને માટે વંશ-પરંપરા આપને તથા આપના પરિવારને મળતું રહેશે. ગાયને અલગથી આપની પસંદગીનું નામ આપી તેના ફોટા સાથે પાકી પહોંચ આપવામાં આવે છે.

*સંસ્થામાં દાન આપી પાકી પહોંચ મેળવી લેવાનો આગ્રહ રાખશો*

એક વખત ગૌશાળાની મુલાકાત લઇ ખાત્રી કરવા વિનંતી. અપના તરફથી મળેલ દાનનો પુરેપુરો કરકસર પૂર્વકનો ઉપયોગ કરવાના અમારા પ્રયત્નો કાયમ માટે રહેશે. વર્ષોથી રતનપુર ગામે પૂજ્ય સંતશ્રી દેવાભગતના સાનિધ્યમાં પરમ પૂજ્યશ્રી પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત રામધુંનમંડળ પણ ચલાવવામાં આવે છે. જેના સભ્યો પણ આ ગૌશાળામાં સેવા આપે છે.

આપશ્રીને અમારી નમ્ર અપીલ છે કે ઉપરની યોજનાઓમાં કાયમી સભ્ય બની આપના સ્નેહીજનોને ગૌદાનનું મહત્વ સમજાવી આંગળી ચિંધ્યાનું મહાન પૂણ્ય સાથે ગાયમાતાઓના આશીર્વાદ મેળવશો.

અમારો સંપર્ક

“શ્રી સંત દેવા ભગત રામધૂન મંડળ અને ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ રતનપુર”
મુ. રતનપૂર પોસ્ટ: ઓડદર તા/જી: પોરબંદર-ગુજરાત ૩૬૦૫૭૫.


મેઈલ:
gopalgaushala2000@gmail.com
વેબસાઈટ:
www.gopalgaushala.in
www.porbandarweb.com/gopalgaushala
દાન કરવા માટે અહી ક્લિક કરો