तीर्थ स्नानेषु यत्पुण्यं, यत्पुण्यं विप्रभोजने सर्वव्रतोपवासेषु सर्वेष्वेव तपः सु च |
यत्पुण्यं च महादाने, यत्पुण्यं हरिसेवने भुवः पर्यटने यतु सर्ववाक्येषु यद्रवेत |
यत्पुण्यं सर्वयज्ञषु दीक्षया च लभन्नेर: तत्पुण्यं लभते प्राज्ञो गोभ्यो दत्वा तृणनि च ||
અર્થ:
"માણસને તીર્થયાત્રા કરવાથી, બ્રાહ્મણોને ભોજન કરાવવાથી,બધાં વ્રત અને ઉપવાસ કરવાથી, તપશ્ચર્યા કરવાથી, દાન કરવાથી, ભગવાનની સેવાપૂજા કરવાથી, સંપૂર્ણ પૃથ્વિની પરિક્રમા કરવાથી, બધા પ્રકારના યજ્ઞ કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે, એ પુણ્ય માત્ર ગાયમાતાજીની સેવા કરવાથી પ્રાપ્ત થાય છે."
શ્રીસંત દેવાભગત રામધુનમંડળ અને ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ, રતનપુર સંચાલિત "શ્રીગોપાલ ગૌશાળા" પોરબંદરથી ૭ કિ.મી. દૂર રતનપુર ગામે મુંબઈ પબ્લીક ટ્રસ્ટ એક્ટ ૧૯૫૦ નીચે ચેરીટી કમિશનરમાં નોંધાયેલી સંસ્થા છે.
આ સંસ્થાની શરૂઆત ૧૯૮૭ માં કરવામાં આવેલી અને વર્ષ ૨૦૦૪ માં શ્રીમતિ હંસાબેન ધનજીભાઈ દેવજીભાઈ તન્ના પરિવાર, લંડન (યુ.કે.) દ્વારા નવનિર્માણ કરાવી આપેલ છે .આ ગૌશાળામાં હાલમાં ફક્ત બિનવારસુ, નિરાધાર અને તરછોડાયેલી ગાયમાતાઓનો રાત-દિવસ ગૌશાળામાં જ રાખીને ગૌવાળ પરિવારના દેખરેખ નીચે પાલન-પોષણ કરવામાં આવે છે. ટ્રસ્ટીમંડળના યુવાન સભ્યો માનદ સેવા આપી રહ્યા છે.